Bhavita jethava's words
i love my life believe in karma
05/08/2026
એક દિવસ તમે
પણ ઓળખાઈ જ જશો,
સાંભળ્યું છે કે સમય કોઈને
છોડતો નથી !!
05/08/2026
કોઈ જીવને ભલે
ચણ ના નાખો સાહેબ,
પણ કોઈના જીવનમાં અડચણ
ક્યારેય ના નાખો !!
આપણને બધી જ
ખબર પડે છે એ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ !!
*તમનેય નવાઈ લાગશે...અંગ્રેજી યુ.કે.માં ઓફિશીયલ ભાષા નથી..!*
--વિશાલ ભાદાણી--
આપણે ત્યાં અંગ્રેજી આવડે એટલે માણસ થોડો વધારે ‘ભણેલો’ લાગે! અને ન આવડે તો ક્યારેક ભણેલો માણસ પણ પોતાને થોડો ઓછો ભણેલો માનવા લાગે! 😊
પણ મજાની વાત એ છે કે જે ઇંગ્લેન્ડ પાસેથી આપણે અંગ્રેજી વારસામાં લીધી, એ ઇંગ્લેન્ડમાં જ અંગ્રેજીને કાયદાકીય રીતે ‘Official Language’ જાહેર કરવામાં આવી નથી!
એટલે અંગ્રેજી ત્યાં બોલાય છે, ભણાય છે, કોર્ટમાં વપરાય છે, સરકાર પોતાના બધા કામકાજ ચલાવે છે; પણ માથે ‘Official’નું પાટિયું નથી! કારણ કે ત્યાં official language આપવાની કાયદાકીય પ્રથા જ નથી!
UK Governmentના British Sign Language Act 2022ના Explanatory Notesમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે:
“Contrary to a common assumption, English has not been designated by statute as the official language of England or of the United Kingdom. ‘There is no “official” legal language of the United Kingdom.”
(Reference: British Sign Language Act 2022, Explanatory Notes, para. 13, “Legal background”, UK Public General Acts 2022 c.34, legislation.gov.uk.)
આમાં મજા અંગ્રેજીની નથી, આપણી છે!
અંગ્રેજોએ અંગ્રેજીને ભાષા તરીકે વાપરી;આપણે ક્યારેક એને બુદ્ધિ માપવાનું મશીન બનાવી દીધું!
અંગ્રેજી આવડવી ખૂબ સારી વાત છે; આજના સમયમાં જરૂરી પણ છે.પણ અંગ્રેજી આવડવી અને બુદ્ધિશાળી હોવું: એ બંનેને પરણાવી દેવાની જરૂર નથી!
બાકી, જે ભાષાને તેના પોતાના દેશમાં કાયદેસર ‘Official’ થવાની ઉતાવળ નથી,એ ભાષા બોલતી વખતે આપણે nervous કાં થઈ જઈએ??
Ok. Thank you. Mention not.🙈🙈
પરિસ્થિતિ ભલે ગમે તેવી વિકટ હોય,
જો હૈયું મજબુત હશે તો જીત તમારી જ થશે !!
04/08/2026
ના કરો મેસેજ જો
એ તમને ઇગ્નોર કરતા હોય,
એમના ઈગો કરતા આપણી સેલ્ફ
રીસ્પેક્ટ મહત્વની છે !!
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Rajkot
360002